પોલીસસ્ટેશનમાં ફોનની રીંગ વાગતા હવાલદાર ધોન્ડુંએ ફોન ઉપાડી ઇન્પેક્ટર સિન્હાને આપ્યો "હલ્લો ઇન્સ્પેકટર સિન્હા સ્પીકિંગ" સામેથી છેડેથી ગભરાયેલા સ્વરે અવાજ આવ્યો "સાહેબ હું વિનાયક, તમને એક માહિતી આપવા ફોન કર્યો. સાહેબ વસ્તીના સામે છેડે એક હવેલી આવેલી છે જે પાછલા ૧૦ વર્ષથી બંધ છે. આજે બાળકોને સ્કુલમાં રજા હોવાથી હું એમણે ફરાવવા જંગલમાં લાવ્યો હતો. ફરતાં ફરતાં અમે આ પુરાની હવેલી પાસે આવ્યા! સાહેબ અહીં આવતાં જ દુર્ગંધથી અમારૂં માથું ફાટવા લાગ્યું."
ઇન્પેક્ટર સિન્હા સચેત થતાં બોલ્યા "કેવી દુર્ગંધ?'
વિનાયક જાણે કોઈ સાંભળી ન જાય એમ ધીમા સ્વરે બોલ્યો "સાહેબ સડેલી લાશ જેવો......"